________________
૧૮૦
જય વીયરાય મ., પૂ. પં. કાંતિવિજય મ., પૂ. પં. મલયવિજય મ., પૂ. પં. ભાનુવિજયજી મ. સા. વગેરે પ૩ સાધુઓ સાથે પૂજ્યપાદશ્રી પદ્મવિજયજી મ. ના સ્વાથ્યના કારણે સુરેન્દ્રનગર નક્કી થયુ.
પં. પદ્મવિજય મ. ને કેન્સર પ્રસરવા માંડ્યું. ખોરાક લેવાતો બંધ થયો. માત્ર પ્રવાહી જ ઉતરતુ. બોલવાનું પણ બંધ થયું. છતાં વાંચન, જાપ, ધ્યાન, કાઉસ્સગ્ગ વગેરે વિપુલ આરાધનાઓથી દિવસો પસાર કરે છે. દ્રવ્ય ઉપચાર સાથે ભાવ ઉપચાર પ્રબળ ચાલુ છે. સંવત્સરી ભાદરવા સુદ ૪ ના ઉપવાસ કર્યો વિશેષ ભાવ વધતા ઉપવાસ આગળ વધાર્યા. એકેક વધતા ચોવીશ ઉપવાસ થયા. પૂ. ગુરુદેવોની આજ્ઞાથી પારણું કર્યું પણ પારણા પછી શરીરમાં ગરમી ખૂબ વધી. ત્રીજા દીવસે આખા શરીરે ભયંકર દાહ ઉપડ્યો. ઉપચાર છતાં શાંતિ મળતી નથી. આખી રાત્રી નિદ્રા વગર પસાર થાય છે. પણ નવકારનો જાપ ચાલુ છે.
બીજી ઉપાધિ શરુ થઈ ? અન્ન નળી સંકોચાઈ ગઈ. હવે પ્રવાહી ઉતરતુ પણ બંધ થયુ. આહાર પાણી બંધ થયા. ઉલટી થઈ તેમાં વિકૃત લોહી