________________
સમાધિ મરણ... શાશ્વત સુખનું રહસ્ય
૧૮૩ સંઘ જોડે પણ ક્ષમાપના કરી. આટલુ થયા પછી બહારગામ રહેલ મુનિઓને પણ તેમના કહેવાથી તેમના નામે ક્ષમાપના પત્રો લખાયા.
પૂજ્યપાદ આચાર્યદેવે તેમને અનુમોદનાર્થે સવા લાખ સ્વાધ્યાયના સુકૃતનું દાન કર્યું. અન્ય પણ મુનિગણ, સાધ્વીજીઓ, શ્રાવક-શ્રાવિકાઓ તથા સંઘે સુકૃતોના દાન કર્યા.
હવે પૂજ્યશ્રીની ઈચ્છા પાંચ મહાવ્રત ઉચ્ચરવાની થઈ. પરમાત્માની પ્રતિમાજી પધરાવી તેની સમક્ષ પૂ. પં. કાન્તિવિજયજી ગણિવર્યે નંદિનું ચૈત્યવંદન વગેરે કરાવી મહાવ્રતોના આલાવા ઉચ્ચરાવ્યા.
આમ ક્ષમાપના, સુકૃતાનુમોદના, મહાવ્રત ઉચ્ચારણની આરાધના થઈ. દુષ્કૃતગહ, નવકાર જાપ, ધ્યાન વગેરે આરાધનાઓ પૂજ્યશ્રીની સતત ચાલુ રહેતી. વળી પૂજ્યપાદશ્રી આચાર્ય ભગવંત પાસે પોતે વારંવાર અતિચારોની આલોચના તો કરી જ લેતા. તેથી હૃદય હંમેશ માટે નિઃશલ્ય રહેતું.
અહિં આ રીતે સમાધિમરણની આરાધનાનું પૂજ્ય ગુરુદેવશ્રીના દષ્ટાનથી માત્ર થોડુ દિગ્દર્શન કરાવ્યું છે.