________________
૧૮૪
જય વીયરાય. એ વખતે તો રાજકોટથી ડોક્ટર આવ્યા અને ઓપરેશન કરી પેટમાં હોજરી જોડે નળી જોડી. નળી દ્વારા પ્રવાહી શરુ થતાં પૂજ્યપાદશ્રીની ઘાત ટળી. પછી બે વર્ષ નીકળી ગયા. આવી સ્થિતિમાં ત્યાર પછી પૂજ્યપાદશ્રીએ પછીના ચાતુર્માસમાં માસક્ષમણ કર્યું. અનેકવાર છઠ-આઠમો કર્યા. સાથે વાંચનાજાપ-ધ્યાન વગેરે આરાધનાઓ જોરદાર કરી. સં. ૨૦૧૭ માં પિંડવાડા મુકામે શ્રાવણ વદ ૧૧ પોતાના ગુરુ મ. ના મુખેથી તથા ચતુર્વિધ સંઘના મુખે નવકાર સાંભળતાં અત્યંત સમાધિપૂર્વક તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા.
સમાધિ મરણના ઉપાયો ૧. સમાધિ મરણ માટે જીવન પણ સમતાપૂર્વકનું સુંદર જોઈએ. કષાયોની અલ્પતા, વિષયોના રાગનો હાસ થવો જોઈએ.
૨. જીવનમાં લાગેલા દોષો, સેવાયેલા દોષોનું ગીતાર્થ એવા ગુરુ પાસે અત્યન્ત સરળભાવે પ્રાયશ્ચિત લઈ નિઃશલ્ય થવું.
૩. જગતના કોઈપણ જીવ પ્રત્યે અસદ્ભાવ ન રાખવો. સર્વ જીવોને વારંવાર ખમાવવા.