________________
૧૮૨
જય વીયરાય છે. વાતાવરણ ખૂબ જ ગંભીર બન્યું છે. પૂજ્યશ્રી (પદ્રવિજયજી મ.) પરમ ગુરુદેવના ખોળામાં માથું મૂકી ધ્રૂજતા હાથે અંજલી જોડી, અવાજ બેસી ગયો છે છતાં ગદ્ગદ્ સ્વરે ક્ષમાની યાચના કરતાં કહે છે "સંસારના દાવાનળમાંથી બહાર કાઢી સંયમના સુખકારી ભવનમાં પ્રવેશ કરાવી શ્રુતજ્ઞાનનું દાન કરી ઉચ્ચસ્થિતિ સુધી પહોંચાડનાર મહોપકારી પરમોપકારી ગુરુદેવશ્રી આપનો જીવનમાં મેં ઘણો અવિનય કર્યો છે, અપરાધઆશાતના મન-વચન-કાયાથી જે કર્યા છે તેની આપ ઉદાર યિતે ક્ષમા આપશો."
પૂજ્યપાદ આચાર્ય ભગવંત દ્રવિત થયા. આંખમાં આંસુ દ્વારા પ્રશિષ્યના મસ્તકે અભિષેક કરી ક્ષમા આપી, પોતાના ગુરુદેવ પંન્યાસજી ભાનવિજયજી મ. સન્મુખ અંજલિ કરી, "ગુરુદેવ આપે અનંતા ઉપકારો વરસાવ્યા છે. તેનો બદલો હું વાળી શકું તેમ નથી.
ક્યારે ઋણમુક્ત બનીશ ? અવિનય અપરાધની ક્ષમા યાયું છું" અશ્રુભીની સૌની આંખોમાં આંસુ આવ્યા. વિસ્મયભાવે આ અંતિમ આરાધના સૌ જોઈ રહ્યા છે. પ્રત્યેક મુનિની સામે આંગળી કરતાં ક્ષમાપના કરતાં જાય છે. ત્રેપન મુનિઓ સાથે ક્ષમાપનાનો અદ્ભુત અવસર બન્યો. પછી સાધ્વીજીઓ સાથે શ્રાવક-શ્રાવિકારૂપ