________________
૧૭૮
જય વીયરાય ગયુ હોય, તો તે માટે પણ પોતાની જવાબદારી સમજી જાહેર ક્ષમાપના કરેલી.
૨. છેલ્લી અવસ્થામાં હરરોજ ઉપમિતિ ભવપ્રપંચ કથા જેવો વૈરાગ્યનો આકર ગ્રંથ સાંભળતા. (પૂ. મેઘસૂરિ મ. અંતિમ અવસ્થામાં સંવેગરંગશાળા ગ્રંથની અનુપ્રેક્ષા કરતા)
૩. રાત્રે રોજ મુનિઓના મુખે પ્રભુભક્તિના વૈરાગ્યવર્ધક સ્તવનો અને સઝાયો સાંભળતા.
૪. દિવસે વાંચેલ ઉપમિતિ ગ્રંથની વાતો રાત્રે યાદ કરતા. તથા સાથે
૫. રોજ દુષ્કૃત ગહ - સુકૃત અનુમોદના - ચાર શરણ સ્વીકાર વગેરે પણ ભાવપૂર્વક કરતાં. તે માટે પંચસૂત્રના પહેલા સૂત્રનો રોજ પાઠ કરતાં..
સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી પંન્યાસશ્રી પદ્યવિજયજી ગણિવર આમ તો પિંડવાડામાં કાળ કરી ગયા. પણ સુરેન્દ્રનગરમાં અત્યંત ભયંકર અંતિમ અવસ્થા જેવો હુમલો આવ્યો ત્યારે તેમને ખૂબ જાગૃતિપૂર્વક જે અંતિમ સાધના કરી તે અભુત હતી.
હકીકત એ હતી કે આજથી ૫૯ વર્ષ પૂર્વે તેમને ૨૦૦૭ માં મુંબઈ ચાતુર્માસ દરમ્યાન કેન્સરના રોગનું