________________
૧૬૮
જય વીયરાય સંસારના આ ઘોર અને ભયંકર દુઃખો વર્ણનાતીત છે. શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. મનથી પણ કલ્પી શકાય તેમ નથી.
આવા વર્ણનાતીત-કલ્પનાતીત દુઃખો આ જીવ અનંતકાળથી ભોગવત આવ્યો છે.
પંયસૂત્રમાં કહ્યું છે - 'अणाइ जीवे, अणाइ जीवस्स भवे, अणाइ कम्मसंजोगनिवत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे ।
જીવ અનાદિથી છે (જીવનો પ્રારંભ નથી). જીવનો સંસાર પણ અનાદિ છે. સંસાર અનાદિકર્મના સંયોગથી નિવર્તિત છે. (પ્રવાહથી કર્મસંયોગ અનાદિકાળથી છે) અને આ સંસાર દુઃખરૂપ છે. દુઃખના ફળવાળો છે. અને દુઃખની પરંપરાવાળો છે. આ દુઃખોની પરંપરાવાળા સંસારનો અંત એક માત્ર અરિહંત પરમાત્માના શરણથી જ થાય છે.
સંસારના દુઃખોમાં આપણે સબડીએ છીએ એનું કારણ એકમાત્ર પરમાત્મા સાથેનો સંયોગ નથી થયો તે જ છે. માટે જ પરમાત્માને પ્રણિધાનપૂર્વક અંતરથી પ્રાર્થના કરીએ...
હે નાથ ! આપને કરેલા પ્રણામના અયિત્ય પ્રભાવથી, આપને નમસ્કાર કરવાના શુભ ભાવના