________________
૧૬૬
જય વીયરાય પ્રાપ્તિ થઈ નથી. ક્યારેક મધુબિંદુ જેવા ક્ષણિક ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે પણ તે ક્ષણિક હોવાના કારણે પાછી જતી રહે છે. લાંબો કાળ ટકતી નથી. ઉલ્ટ થોડુ ભૌતિક સુખ ભોગવીને પાછા જીવો ભયંકર દુઃખો પામે છે. છ ખંડના આધિપત્યના સુખને ભોગવતો ચક્રવર્તી, ચોસઠ હજાર અંતપુરની સ્ત્રીઓ અને નવ્વાણુ કરોડ ગ્રામાદિ રાજ્યના સુખોમાં લીન બની જીવનના છેડા સુધી જો રાજ્ય છોડીને સંયમ ન સ્વીકારે તો અવશ્ય નરકમાં જાય છે. સાતમી નરકમાં તો ૩૩ સાગરોપમ કાળ સુધી કારમાં દુઃખ વેઠે છે. - ત્રણ ખંડના અધિપતિ વાસુદેવો અવશ્ય નરકમાં જ જાય છે. મોટા રાજા-મહારાજાઓ વગેરે પણ અનીતિ-અન્યાયહિંસાદિ પાપો આચરી લગભગ નરકમાં જાય છે.
મંત્રીઓ, સેનાપતિઓ પણ યુદ્ધાદિમાં હજારો મનુષ્યોની કતલ કરી ભયંકર દુર્ગતિમાં જાય છે. વણિકો, વ્યાપારીઓ વગેરે વ્યાપારમાં અનેક પ્રકારની અનીતિઓ આચરી, ઘોર અનુબંધવાળા કર્મો બાંધીને સંસારમાં અસંખ્ય અને અનંતકાળ સુધી રખડે છે. ભયંકર દુઃખોને ભોગવે છે.