________________
૧૬૫
બિહામણો આ સંસાર 'दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं, तुह नाह पणामकरणेणं ।।
હે નાથ ! તમને પ્રણામ કરવા દ્વારા મને ૧. દુઃખનો ક્ષય, ૨. કર્મનો ક્ષય, ૩. સમાધિમરણ અને ૪. ભાવિમાં બોધિનો લાભ પ્રાપ્ત થાવ.
પ્રથમ બે ગાથામાં આઠ વસ્તુની પ્રાર્થના કરી ત્રીજી ગાથામાં ભવોભવ પ્રભુ ચરણની સેવાની નવમી પ્રાર્થના કરી. હવે આ ગાથામાં એક સાથે છેલ્લી ચાર પ્રાર્થના પ્રભુ પાસે કરાય છે અર્થાત્ આશંસા પ્રગટ કરાય છે. પ્રાચ્ય એવી આ ચાર વસ્તુઓ પણ ખૂબ મહત્ત્વની છે. જીવમાત્રને પ્રિય છે સુખ.
જીવ માત્રને અપ્રિય છે દુઃખ.
અનાદિકાળથી આજ સુધી જીવનો એક માત્ર દુઃખથી છુટવા માટેનો અને સુખને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન છે. આ જગતના સર્વ જીવોની એક માત્ર ઈચ્છા છે દુઃખથી છુટવાની અને સુખને પ્રાપ્ત કરવાની.
આવી તીવ્ર ઈચ્છા તથા તે માટેના પ્રયત્ન છતાં જીવોનો દુઃખથી છુટકારો થયો નથી અને સુખની
૧૨