________________
૧૬૪
જય વીયરાય. ત્રિદંડિક, દેવ તથા બીજા થયા. પ્રભુનું શાસન અસંખ્યકાળ પછી વિશ્વભૂતિના ભવમાં મળ્યું. પાછુ ચાલ્યું ગયું. સાતમી ને ચોથી નરકમાં પણ જઈ આવ્યા.
માટે પ્રભુના ચરણની સેવા વિના ચાલે તેમ જ નથી. તેથી ખૂબ તીવ્ર પ્રણિધાનપૂર્વક પ્રાર્થના કરીએ... હે પ્રભુ ! મને ભવોભવ તમારા ચરણકમલની સેવા પ્રાપ્ત થાઓ...
આ પ્રાર્થના એવા ભાવવિભોર થઈને કરીએ કે જેના પ્રભાવથી ભવોભવ પ્રભુ મળતા જ રહે..