________________
બિહામણો આ સંસાર
૧૬૯ પ્રભાવથી, મારા સઘળા દુઃખોનો ક્ષય થાવ. શારિરિક અને માનસિક બંને પ્રકારના દુઃખો નાશ પામો. सारीरमाणसाणं दुक्खाणं खओ त्ति दुक्खखओ ।
(૧૧) મેશ્વો - કર્મક્ષય હે નાથ ! આપના અચિત્ય પ્રભાવથી મારા કર્મનો ક્ષય થાવ. જીવોને દુઃખનું કારણ એકમાત્ર કર્મ છે. જીવને કર્મનો સંબંધ અનાદિકાળથી છે એકમાત્ર સર્વજ્ઞા ભગવંતોએ જ જીવ અને કર્મના સંબંધ, કેવી રીતે થાય છે, કર્મના સંબંધથી જીવની કેવી સ્થિતિ થાય છે, કર્મના સંબંધથી મુક્ત થવાનો, ઉપાય શો છે ? કર્મના સંબંધથી મુક્ત જીવનું સ્વરૂપ અનંતજ્ઞાનમયઆનંદમય છે વગેરે વિશિષ્ટ વર્ણન કર્યું છે.
કર્મના સંબંધ થવામાં કારણ જીવના રાગ-દ્વેષાદિ મલિન ભાવો છે. જગતમાં અનેક પ્રકારના પુદ્ગલો છે તેમાં અત્યંત સૂક્ષ્મ કાર્મણ નામના પુદ્ગલો છે. સંસારી જીવમાત્ર (ચૌદમા ગુણસ્થાનકવર્તી સિવાયના) પ્રતિસમય અનંતકાશ્મણ વર્ગણાઓને ગ્રહણ કરી આત્મસાત્ કરે છે. તે જ રીતે સુખ દુઃખને ભોગવતો
૧. કાળના અત્યંત સૂક્ષ્મ વિભાગને સમય કહે છે. એક સેકંડમાત્રમાં અસંખ્ય સમય થાય છે. અર્થાત્ એક સમય એટલે સેકંડનો અસંખ્યાતમો ભાગ.