________________
૧૭૨
જય વીયરાય તપાયાર, વીર્યાચારનું) સુંદર પાલન કરવું પડે. ઉગ્ર સંયમ-તપની આરાધના કરવી પડે. અનાદિકાળના મલિન ભાવોના સંસ્કારથી વાસિત જીવને આ દુષ્કર છે, પરંતુ પરમાત્માના અયિત્ય પ્રભાવથી દુષ્કર એવી સાધના પણ શક્ય બને છે અને તેના દ્વારા કમનો ક્ષય થાય છે.
માટે જ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ ! તમને પ્રણામ કરવા દ્વારા ઉગ્ર સાધના કરવાનું બળ મળે અને એના દ્વારા મારા કર્મનો ક્ષય થાવ. અથવા અત્યંત ઉત્કૃષ્ટ ભાવથી પરમાત્માને પ્રણામ કરવા દ્વારા પણ કર્મનો વિપુલ પ્રમાણમાં ક્ષય થાય છે. કુમારપાળ બત્રીશીમાં જણાવ્યું છે – 'तवस्तवेन क्षयमङ्गभाजां, भजन्ति जन्मार्जितपातकानि । कियचिरं चण्डरुचेमरीचि, स्तोमे तमांसि स्थिति-मुद्वहन्ति?।।
પ્રભુ પ્રાણીઓ તમારી સ્તવના કરવા દ્વારા ભવોભવમાં ભેગા કરેલા પાપોનો ક્ષય કરે છે. ચંડ કિરણોવાળા સૂર્યની હાજરીમાં અંધકાર કેટલી સ્થિતિ સુધી ટકી શકે ?
તેથી જ પ્રભુને પ્રાર્થના કરી છે કે તમને પ્રણામ કરવા દ્વારા મારા વિપુલ પ્રમાણમાં કર્મનો ક્ષય થાવ.