________________
૧૭૪
જય વીયરાય પણ ભાવિભવનું આયુષ્ય બંધાય છે. એટલે અંતિમકાળે જો સમાધિ ન રહે તો ભવાન્તરમાં દુર્ગતિના ભવો નિશ્ચિત થાય છે અને અશુભલેશ્યા લઈને પરલોકમાં જવાનું થાય છે.
કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા. જંગલમાં એકલા જરાસંઘના બાણથી વિંધાયા ત્યારે શુભભાવનાથી નેમિનાથ પ્રભુના શરણ વગેરે સ્વીકાર્યા. દુષ્કૃતનિંદા, સુકૃત અનુમોદના વગેરે સુંદર આરાધના કરી. પણ નરકમાં જવાનું હોઈ છેલ્લી ક્ષણે ક્રૂર અધ્યવસાય આવી ગયા. દ્વારિકાને બાળનાર તૈપાયન યાદ આવી ગયો. તેના પર ભયંકર ગુસ્સો આત્મામાં ઉભો થઈ ગયો.
કહેવાય છે કે નરકમાં જવાનું હોઈ ક્રૂર લેશ્યા તેમને લેવા આવી. જીવનનો અંતિમ કાળ ખૂબ મહત્ત્વનો છે. જીવનભર સુંદર આરાધના કરેલી હોય પણ અંતિમ કાળે જો પરિણામ બગડે તો નિશ્ચિત દુર્ગતિ થાય છે. પ્રતિપક્ષમાં જીવન કદાચ ખરાબ હોય પણ છેલ્લો કાળ સુધરી જાય તો સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
આગમાં બળતાં સર્પને અંતે નવકાર મળ્યો અને તેમાં મન સ્થિર થયું તો ધરણેન્દ્ર થયો. અંતિમકાળે