________________
(૧૨) સમરિમર
સમાધિ મરણ... પૂર્વે દુ:ખના ક્ષયની પછી કર્મના ક્ષયની પ્રાર્થના કરી. આના પ્રભાવે જો સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય તો તો મોક્ષ મળી જાય, જન્મ-મરણ હંમેશ માટે અટકી જાય. પણ હાલ આ ભવમાં પ્રથમ સંઘયણના અભાવે જ્યારે મુક્તિ મળે તેમ નથી ત્યારે અંતિમ મરણ સુધરી જાય અને સદ્ગતિ પ્રાપ્ત કરવા માટે સમાધિ મરણની આવશ્યકતા છે. માટે જ અત્રે પ્રભુને સમાધિમરણની પ્રાર્થના કરાય છે.
भण्णइ समाहिमरणं रागदोसेहिं विप्पमुक्काणं । રાગ-દ્વેષથી મુક્ત આત્માનું મરણ સમાધિમરણ કહેવાય છે.
અહિં બે વાત યાદ રાખવા જેવી છે.
૧. જે લેગ્યાએ અહિ જીવનું મરણ થાય છે તે લેશ્યાએ ભવાન્તરમાં જીવની ઉત્પત્તિ થાય છે.
૨. વર્તમાન ભવના આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આગામિભવનું આયુષ્ય બંધાય છે. તે વખતે ન બંધાય તો બાકીના આયુષ્યના ત્રીજા ભાગ શેષે બંધાય છે. એમ કરતાં યાવત્ છેલ્લા અંતર્મુહૂર્ત