________________
બિહામણો આ સંસાર
૧૬૩ શુભ વસ્તુઓ અને સુખ વગેરે પણ પરમાત્માની કૃપાથી જ મળે છે. લલિતવિસ્તરામાં જે આઠ પ્રાર્થના પૂર્વે કરી તે પરમાત્માના અચિંત્યપ્રભાવથી ફળે છે, એમ સ્પષ્ટ હરિભદ્રસૂરિ મ. જણાવે છે -
'फलति चैतदचिन्त्यचिन्तामणेभगवतः प्रभावेनेति થયાર્થઃ |
આ આઠ વસ્તુની આશંસા અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમાત્માના પ્રભાવથી જ ફળે છે. આમ બે ગાથાનો અર્થ થયો....
શક્ય છે, જો અહિં આપણો સંસાર પ્રત્યે વૈરાગ્ય કે પરમાત્મા પ્રત્યે તીવ્ર રાગ ન હોય તો કદાચ અહિંની શુભક્રિયાઓ વગેરેથી સ્વર્ગના કે મનુષ્યપણાના ઉંચા સુખો મળી જાય અને એ સુખોમાં જીવ લીન બની, પરમાત્માને ભૂલી જાય તો શું થાય ? પાછા ઘોર અશુભ કર્મો બાંધી જીવ સંસારમાં રખડતો થઈ જાય.
પ્રભુ મહાવીરે મરીચિના ભવમાં ત્રઋષભદેવ પ્રભુ પાસે ચારિત્ર લીધા પછી સુખશીલતામાં લીન બની અન્ય વેશ કર્યો. આગળ વધતા ઉસૂત્રપ્રરૂપણા કરી સંસાર વધાર્યો. મરીચિના ભવ પછી અનેક ભવો