________________
ગુર્નાડાપાલન... પ્રત્યક્ષ મોક્ષ
૧૫૩ ગચ્છરુપી સમુદ્રમાં સારણાદિ (પ્રેરણા-ઠપકાદિ)નહીં સહન થવાના કારણે સુખશીલ સાધુઓ ગચ્છની બહાર નિકળતાની સાથે જ માછલાની જેમ વિનાશને પામે છે. તેઓના ચારિત્રનો નાશ થાય છે.
આ પ્રમાણેના જ્ઞાનના અભાવે ઉગ્ર ચારિત્ર માટેના સ્વાગ્રહી જીવો ગુરુવચનની અવગણના કરીને ગચ્છ બહાર એકલા વિચરે છે. તેઓ ક્ષુદ્ર, તુચ્છ બુદ્ધિવાળા છે. સ્વાગ્રહી છે. તેઓના એકલા વિચરવાથી શાસનની પણ હેલના થાય છે.
એટલુ જ નહિં પણ ગચ્છ બહાર નિકળીને દુષ્કર એવા સંયમ ને તપ કરવા છતાં તેઓ સાધુતાથી બાહ્ય છે. સાધુ નથી. અરે, તેઓ લગભગ અભિન્ન ગ્રંથી છે. એટલે પૂર્વે પણ ક્યારેય સભ્યત્વને પામ્યા નથી. અનાદિ મિથ્યાદષ્ટિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એકવાર પણ ગ્રંથિભેદ કરીને જેઓ સમ્યક્તને પામ્યા છે તેઓ પ્રાયઃ આવુ હીન પાપ કરતા નથી.... - ગુરુવચન આપણને કેવા લાગે છે, આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ, તેના ઉપર આપણી આધ્યાત્મિક પ્રગતિનો આધાર છે. પૂર્વસંચિત કોઈ પુણ્ય કદાય આત્મામાં સત્તામાં