________________
૧૫૨
જય વીયરાય અહિં વાત એવી છે કે, ગુરુની નિશ્રામાં આજ્ઞાપૂર્વક વિશાળ સંખ્યામાં આરાધના કરનાર સાધુઓના સમુદાયને ગુરુકુળવાસ કહેવાય છે.
આવા ગુરુકુળવાસમાં જ્ઞાન, ધ્યાન, સંયમની સુંદર આરાધના થતી હોય છે. પરંતુ ક્યારેક વિશાળ સંખ્યાના કારણે આહારાદિ કે બીજા દોષો સેવવા પડે છે, વળી પરસ્પરમાં ક્યારેક કષાયાદિ પણ થાય છે. ગુરુઓના ઠપકા વગેરે પણ સાંભળવા પડે છે. આના કારણે આહારાદિના પણ દોષ રહિત ઉગ્ર સંયમ પાળવા કેટલાક જીવો ગુરુકુળવાસ છોડીને એકલા વિચરે છે. આવા જીવોને માટે શાસ્ત્રકારો કહે છે કેતેઓ અજ્ઞાની છે. ગુરુ-લાઘવને જાણતા નથી, લાભાલાભની વિચારણા તેઓને નથી. " जह सागरम्मि मीणा, संखोभं सागरस्स असहंता । निति तओ सुहकामी निग्गयमेत्ता विणस्संति ।। एवं गच्छसमुद्दे सारणवीइहिं चोइया संता । निति तओ सुहकामी मीणा व जहा विणस्संति ।।"
જેમ સાગરના સંક્ષોભ (મોજા-ભરતી વગેરે)ને સહન નહીં કરતા, સુખની ઈચ્છાવાળા માછલા સમુદ્રની બહાર નિકળતાની સાથે જ વિનાશ પામે છે, એ જ રીતે