________________
૧૬૦
જય વીયરાય બીજાના ઘાતની, પીડાની, તકલીફોની ઈચ્છા કરવી તે પણ દ્વેષપૂર્ણ નિદાન છે અને અત્યંત અનિષ્ટ છે. જેમ અગ્નિશર્મા બ્રાહ્મણે ગુણસેન રાજા માટે ભવોભવ મારનાર થવાનુ નિયાણું કર્યું. જેના કારણે અનેકવાર નરકાદિ દુર્ગતિમાં ભટકવાનું થયું તથા અનંત સંસારભ્રમણ થયુ. આ બધા જ પ્રકારના નિદાનો સંસારમાં રખડાવનાર છે..
હવે અહિં વિચારીએ તો ભવોભવ પ્રભુના ચરણકમલની સેવાની પ્રાર્થના કરવી તેમાં ઉપરોક્ત નિયાણાનું લક્ષણ ઘટતુ નથી. તેથી આ પ્રાર્થના ઉચિત છે...
તેથી ભવોભવ પ્રભુ ચરણની સેવાની પ્રાર્થના અત્રે કરાય છે.”
હકીકત એ છે કે સંસાર ખુબ બિહામણો છે, ભયંકર છે. જીવની સંસારમાં કારમી દુઃખદ સ્થિતિ છે. જન્મ-મરણના ચક્રમાં જીવ પિસાય છે. નરક, નિગોદ, પૃથ્વીકાયાદિમાં જન્મ-મરણો થઈ રહ્યા છે અને ભારે દુઃખો જીવોને સહન કરવા પડે છે.
કુદરતની વિચિત્રતા જુઓ, મનુષ્યભવમાં તીવ્ર મૂચ્છના કારણે તીવ્રઅનુબંધવાળા અશુભકર્મો બાંધી જીવ