________________
૧૫૯
પ્રાર્થના... નિદાન વિવેક
પ્રભુ મહાવીરે વિશ્વભૂતિના ભવમાં અપૂર્વ બળી બનવાનું નિયાણું કર્યું. ત્રિપૃષ્ઠ વાસુદેવ થઈ સાતમી નરકમાં ગયા.
નંદિષેણે ભાવિમાં રૂપ અને સૌભાગ્ય (સ્ત્રીઓને પ્રિય થવાનુ) નિયાણું કર્યું. કૃષ્ણના પિતા વસુદેવ થયા.
દેવલોકના કે ઈંદ્રાદિની સંપત્તિના નિયાણા પણ જીવો કરે છે. સીમંધરપ્રભુ પાસે નિગોદનું વર્ણન સાંભળી, આવુ વર્ણન ભરતક્ષેત્રમાં કાલિકસૂરિ કરી શકે છે તેમ જાણી બ્રાહ્મણ વેશે ઈંદ્ર પરીક્ષા કરવા આવ્યા. કાલિકસૂરિ મ. પાસે નિગોદનું વર્ણન સાંભળી પોતાના ઈંદ્રપણાને પ્રગટ કરતા કાલિકસૂરિ મ. એ થોડો સમય થોભી મુનિઓને દર્શન આપવા જણાવતા ઈંદ્ર ભય વ્યક્ત કર્યો કે મુનિઓ ઈંદ્રના સુખનું નિદાન કરશે.
આ બન્ને પ્રકારના નિયાણા સંસારમાં રખડાવનાર છે... સંયમ-તપના પ્રભાવથી ભવાંતરમાં ભોગસુખોની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે કામભોગ વિષયક નિયાણું કહેવાય.
વળી ક્યારેક ક્રોધને વશ થઈ સંયમ-તપના પ્રભાવથી