________________
૧૫૪
જય વીયરાય હશે તો તાત્કાલિક બાહ્યથી કંઈ નુકશાન નહિં દેખાય, પરંતુ ગુરુવચનની અવગણનાથી અત્યંતર સાધનામાં ચોક્કસ અવરોધ આવશે અને બાહ્ય પણ અનુકૂળતા લાંબી ટકશે નહિં. અંતિમ સમાધિને પણ અસર થશે. સમાધિ દુર્લભ થશે...
અંતિમ સમય બહુ કપરો હોય છે. સમસ્ત શરીરમાં ફેલાયેલ આત્મપ્રદેશો બધા ભેગા થાય અને પછી શરીરમાંથી આત્મા બહાર નિકળે છે. તેથી પીડામૂંઝવણ ઘણી હોય છે. વળી આયુષ્ય બંધ પણ મોટાભાગે અંતિમ અવસ્થામાં થાય છે. એટલે અંતિમ શારીરિક પીડા વચ્ચે સમાધિ શી રીતે જળવાય ? જીવનભર સુધી ઉચ્ચ બહુમાનપૂર્વક કરેલી ગુરુવચનની આરાધનાથી જ લગભગ અંતિમ સમાધિ પ્રાપ્ત થાય છે અને અંતિમ સમાધિ દ્વારા જ સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
માટે અંતિમ સમાધિ પ્રાપ્ત કરવા, ભવાંતરમાં સદ્ગતિ પ્રાપ્ત કરવા, મુક્તિના શાશ્વત સુખને મેળવવા, આધ્યાત્મિક પ્રગતિ માટે, આંતરિક સાધના માટે ગુરુને દિલમાં વસાવીએ, મનમાં વસાવીએ, તેમના પ્રત્યેના ભક્તિ-બહુમાનને અત્યંત ઉચ્ચકક્ષાએ લઈ જઈએ,