________________
૧૫૬
જય વીયરાય પણ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાવ. વળી વચ્ચે ખંડિત ન થાય એ રીતે. દા.ત. ભવનિર્વેદ-સંસાર પર નિર્વેદ, વૈિરાગ્ય થાય પણ પાછો ચાલ્યો જાય, પાછો ભવનો રાગ ઉભો થઈ જાય આવું ખંડિત નહિં પણ અખંડપણે સતત ચાલુ જ રહે એ રીતે પ્રાપ્ત થાવ. જેમકે -
ભવવૈરાગ્ય તીવ્ર અને સદાકાળ રહે તેવો પ્રાપ્ત થાય.
માર્ગાનુસારીપણું એટલે તત્વાનુસારીપણું સર્વત્ર અને સદા માટે રહે. ઈષ્ટફલસિદ્ધિ પણ સંપૂર્ણ હંમેશ માટે રહે. લોકવિરુદ્ધત્યાગ સંપૂર્ણ હંમેશ માટે રહે. ગુરુ (વડિલ) જનપૂજા સંપૂર્ણ હંમેશ માટે રહે. પરાર્થકરણ સંપૂર્ણ હંમેશ માટે રહે. શુભગુરુનો યોગ સંપૂર્ણ હંમેશ માટે રહે. શુભગુરુના વચનનું પાલન સંપૂર્ણ હંમેશ માટે રહે.
આ વસ્તુઓ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય તથા ખંડિત પ્રાપ્તિ થાય, એટલે કે ક્યારેક મળે પાછી ચાલી જાય, પાછી મળે તો આમાં ભલીવાર ન આવે. જે ફળ જોઈએ તે ન મળે.