________________
૧૫૧
ગુવડાપાલન......... પ્રત્યક્ષ મોક્ષ દુર્લભ બને છે. કુગુરુઓની પ્રાપ્તિ થાય છે અને સંસારભ્રમણ વધે છે.
ગુરુની અવજ્ઞા કરનારને પંચાશકમાં લગભગ અભિન્નગ્રંથી કહ્યા છે. અભિન્નગ્રંથી એટલે અનાદિમિથ્યાદષ્ટિ- એકવાર પણ જેઓ સમકિત પામ્યા નથી. जे इह होंति सुपुरिसा कयण्णुया ण खलु ते अवमन्नंति । कल्लाणभायणत्तणेण गुरुजणं उभयलोयहियं ।। जे उ तह विवज्जत्था, सम्मं गुरुलाघवं अयाणंता । सग्गाहा किरियरया, पवयणखिंसावहा खुद्दा ।। पायं अहिण्णगंठितमाउ तहदुक्करंपि य कुव्वंता । बज्झा व ण ते साहू, धंखाहरणेण विन्नेया ।।
જે ઉત્તમપુરુષો કૃતજ્ઞ છે તેઓ કલ્યાણના પાત્ર હોવાથી ઉભયલોકના હિત કરનાર ગુરુની અવજ્ઞા કરતા નથી.
જેઓ આનાથી વિપરીત છે, ગુરુ-લાઘવ-સારઅસારથી અજ્ઞાત છે, સ્વાગ્રહી છે, ક્રિયામાં રક્ત હોવા છતાં ગુરુની અવજ્ઞા કરનારા જીવો ક્ષદ્ર છે અને પ્રવચન (શાસન)ની નિંદા કરાવનારા થાય છે. આવા જીવો ઘોર-દુષ્કર તપાદિ કરવા છતાં પ્રાયઃ અભિન્નગ્રંથી છે. તેઓ સાધુતાથી બાહ્ય છે. સાધુ નથી. કાગડાના દષ્ટાંતથી જાણવું.