________________
પરોપકાર..... વિશ્વ વાત્સલ્યની પ્રતિક્રિયા
૧૩૧ હજારો લાખો લોકોને આ રીતે પરોક્ષપણે લુંટીને મોટા સ્વાર્થ સાધીને તેઓ સંપત્તિથી તગડા બની રહ્યા છે. પણ આ સંપત્તિ પણ તેઓને આંતરિક શાંતિ આપી શકતી નથી. અનેક પ્રકારના સંક્લેશોથી જીવન છિન્નભિન્ન થાય છે. કદાચ પૂર્વભવના પાપાનુબંધિ પુણ્યથી જો તેઓ સુખ-શાંતિ મેળવી શકે તો પણ ભાવિમાં તેઓની દુર્ગતિ નિશ્ચિત છે. એટલુ જ નહીં પણ દુર્ગતિની પરંપરાઓ ચાલે છે. અસંખ્ય-અનંતકાળ સુધી ઘોર દુઃખોના તેઓ ભાજન બને છે.
સ્વાર્થ ઘાતક છે. પરાર્થકરણ એ જબરજસ્ત આત્મવિકાસનું સાધન છે. આના પછી 'સુહગુરુજોગો (શુભ ગુરુના યોગ)ની પ્રાર્થના કરવાની છે. શુભગુરુનો યોગ સફળ થાય તે માટે પૂર્વભૂમિકામાં સ્વાર્થનો નાશ કરીને પરાર્થ કરવાનું વિધાન છે. પરાર્થકરણની પરિણતિ વિના મળેલો ઉત્તમગુરુનો સંયોગ અને બીજી બધી શાસન અને સંઘની સામગ્રી પણ લગભગ નિષ્ફળ જાય છે.
કુદરતનો એવો નિયમ છે, જે તમે બીજાને આપો તે તમને મળે છે. આપણાં પરાર્થકરણ દ્વારા બીજાને જે સુખ મળે છે, શાંતિ મળે છે, સમાધિ મળે છે, તે અનેકગણ થઈને આપણને પુનઃ પ્રાપ્ત થાય છે.