________________
(૭) શુભ-ગુરૂનો યોગ 'होउ ममं तुह पभावओ सुहगुरुजोगो ।'
હે નાથ ! તમારા પ્રભાવથી મને શુભ ગુરૂનો યોગ થાવ.
ભવનિર્વેદથી પરાર્થકરણ સુધીની છ લોકિક વિષયની પ્રાર્થનાઓ પૂર્ણ કરી હવે લોકોત્તર વિષયક પ્રાર્થના શરૂ થાય છે. લોકિક એટલે જિનશાસન ન પામ્યા હોય તેમને પણ જે લાગુ પડી શકે છે. તેઓને પણ સુંદર જણાય તે... માત્ર જિનશાસનમાં જ લાગુ પડી શકે તે લોકોત્તર - સર્વજ્ઞ કથિત ધર્મની દષ્ટિએ સુંદર છે.
ઉપરોક્ત છ પ્રાર્થનાઓમાં પ્રાર્થિત કરેલ ગુણની પ્રાપ્તિ થયા પછી એ ગુણો કે કર્તવ્યોથી વાસિત થયેલ જીવમાં હવે ઉત્તમગુરુની પ્રાપ્તિની યોગ્યતા પ્રગટ થઈ ગઈ હોય છે. તેથી હવે પરમાત્મા પાસે ઉત્તમગુરુના યોગની પ્રાર્થના કરીએ છીએ. જો ઉપરની છ વસ્તુ જીવનમાં ન હોય તો પ્રાયઃ શુભગુરુનો યોગ પ્રાપ્ત થતો નથી અને કદાય પ્રાપ્ત થાય તો પણ પ્રાયઃ સફળ થતો નથી. અહિં પ્રાયઃ શબ્દ લખવાનું પ્રયોજન એ છે કે ક્યારેક કોઈ જીવ