________________
પરોપકાર........ વિશ્વ વાત્સલ્યની પ્રતિક્રિયા
૧૩૩ परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।। કરોડો ગ્રંથમાં કહેલ વાત અડધા શ્લોકમાં કહું છુંપરોપકાર પુણ્ય માટે છે, પરપીડન પાપ માટે છે. પરોપકારથી પુણ્યકર્મ બંધાય છે. પરપીડનથી પાપકર્મ બંધાય છે.
દેવાધિદેવ તીર્થકર ભગવંતોની પણ વિશેષતા બતાવતા જણાવ્યું છે - 'માવનિમેતે પરાર્થવ્યનિઃ ' તીર્થકર પરમાત્માના જીવો સંસારમાં પણ હમેશ માટે પરાર્થવ્યસની હોય. પરાર્થ કર્યા વગર તેઓને ચાલે જ નહિં. તેઓ હંમેશા સ્વાર્થને ગૌણ કરી પરાર્થને જ મહત્ત્વ આપનારા હોય છે. મહાત્માઓ પણ પરાર્થ માટે ઉપદેશ વગેરે આપી જીવોને ધર્મમાં જોડે છે. તેમના હિતનું આચરણ કરાવે છે.
ભૂતકાળમાં અનેક શ્રેષ્ઠીઓ થઈ ગયા જેઓએ પરાર્થ માટે પોતાની લગભગ બધી જ સંપત્તિ ખુલ્લી મુકી દીધી.
જગડુશાને મહાત્માએ ચેતવ્યો, ત્રણ વર્ષનો ભયંકર દુકાળ ભાવિમાં છે. જગડુશાએ પોતાની સંપત્તિથી બને તેટલુ અનાજ ગામોગામથી ખરીદીને ગોદામો ૧૦