________________
૧૪૬
જય વીયરાય - आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेति - एतावत् कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः ।।'
એક વાર નહીં, અલ્પકાળ નહીં, પરંતુ આભવમ્ એટલે જીંદગીના છેડા સુધી તથા બીજો અર્થ 'આભવમ્ ભવના = સંસારના અંત સુધી. જ્યાં સુધી વીતરાગ દશા પ્રાપ્ત ન થાય, કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુનો યોગ અને તેમના વચનનું પાલન થાય તેવી પ્રભુ પાસે પ્રણિધાનપૂર્વક આશંસા-પ્રાર્થના કરીએ...
ખરી હકીકત તો એ છે કે ઉત્તમ ગુરુનો યોગ થાય અને તેમના વચનનું યથાર્થ પાલન થાય, જીવન તેમને સમર્પિત થઈ જાય એટલે મુક્તિ નિકટ થઈ જ જાય. અહિં 'આભવમખંડા' એ માત્ર આ બે વસ્તુ માટે જ નહિં પણ ભવનિર્વેદથી માંડીને આઠ વસ્તુની પ્રાપ્તિ આભવ સુધી એટલે ભવોભવ સુધી થાય તેવી આશંસા કરવાની છે, તેવી પરમાત્માને પ્રાર્થના કરવાની છે. પૂર્વે બતાવી જ ગયા છીએ કે શુભગુરુનો યોગ પૂર્વની નિર્વેદાદિ છ વસ્તુઓ મળ્યા વિના સફળ થતો નથી. તેમના વચનનું યથાર્થ પાલન થઈ શકતું નથી. તેથી આ આઠે વસ્તુ છેક મોક્ષમાં