________________
૧૪૪
જય વીયરાય હોય. તેવી જ રીતે જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારતપાયાર-વીર્યાચારનું પણ સુંદર પાલન કરતા હોય.
ઉત્તમ ગુરુના યોગથી જ કઠણ સાધનાઓ પણ સરળતાથી થઈ શકે છે. અત્યંત શ્રેષ્ઠ અને ઉગ્ર ચારિત્રના પાલક ગુરુઓના સાન્નિધ્યથી ચારિત્રપાલન સરળ બને છે. બ્રહ્મસમ્રાટ સ્વ. પરમગુરુદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું બ્રહ્મચર્ય એટલુ બધુ નિર્મળ હતું કે તેમના સાન્નિધ્યમાં રહેવા માત્રથી વાસનાઓવિકારો શાંત થઈ જતા. આચારસંપન્ન ગુરુના આલંબનથી પણ સુંદર આયાર સહેલાઈથી પાળી શકાય છે. જ્ઞાનસંપન્ન ગુરુના યોગથી જ્ઞાનપ્રાપ્તિ પણ સરળતાથી થઈ શકે છે. ગીતાર્થ ગુરુના યોગથી ઉત્સર્ગ-અપવાદ યથાસ્થાને આવરી શકાય છે. ભવભીત ગુરુ શિષ્યોના યોગક્ષેમ સુંદર કરે છે. તેથી આપણને પણ અપ્રાપ્ત ગુણોનો સુંદર યોગ થાય છે અને પ્રાપ્ત ગુણોની સુંદર રક્ષા થાય છે. અહિં ક્યારેક કોઈ સંયોગોમાં ઉત્તરગુણોમાં ઉણપવાળા ગુરુ હોય પણ મૂળગુણોમાં એટલે મહાવ્રતોમાં વ્યવસ્થિત ગુરુ હોય તો તેમની પણ શુભ-ગુરુમાં ગણના કરી છે.
આમ શુભ-ગુરુના યોગથી સાધના સરળ બને