________________
૧૪3
શુભગુયોગ. મહોદયની લીલી બત્તી
૧૪૩ ગુરુ કેવા જોઈએ ? લલિતવિસ્તરાકાર લખે છે - 'शुभगुरुयोग:-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः । 'ગુરુ' તત્વનો આટલો મહિમા વિચાર્યા પછી 'ગુરુ'નું સ્વરુપ પણ વિચારવું આવશ્યક... ઉત્તમ ગુરુના બદલે કોઈ કનિષ્ઠ ગુરુનો, અયોગ્ય ગુરુનો યોગ થઈ જાય તો લાભને બદલે નુકસાન થઈ જાય. માટે શાસ્ત્રકાર આપણને ગુરુ તરીકે કોને સ્વીકારવા તે જણાવે છે. શુભગુરુ યોગ તરીકે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંઘ જાણવો. અર્થાત્ ગુરુ તરીકે શ્રેષ્ઠ સંયમી ગીતાર્થ આચાર્યને સ્વીકારવાના છે. દર્શન અને જ્ઞાન યુક્ત જ ચારિત્ર હોય છે એટલે વિશિષ્ટ ચારિત્રયુક્ત કહેતા વિશિષ્ટ દર્શનયુક્તતા અને વિશિષ્ટજ્ઞાનયુક્તતા પણ આવી જ જાય છે, એટલે ગીતાર્થતા પણ આવી જાય. ચારિત્ર એટલે પાંચ મહાવ્રતનું સુંદર પાલન. આચાર્ય એટલે પંયાચારના સુંદર પાલક, એટલે ગુરૂના જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ પાંયે મહાવ્રતોનું સુંદર પાલન જોઈએ. ગુરૂ કંચન-કામિનીના સર્વાશે ત્યાગી જોઈએ. જિનાજ્ઞાના પાલક હોય, આહારાદિ પણ નિર્દોષથી નિર્વાહ કરતા