________________
શુભગુરુયોગ....... મહોદયની લીલી બત્તી
૧૪૧
પધાર્યા છે. પ્રવચનોની શ્રેણિઓ ગોઠવાઈ છે. જૈનજૈનેતરો પ્રવચનમાં રંગાઈ ગયા છે. શ્રાવકોને ત્યાં નોકરી કરતા આ યુવાનના પિતાજી પણ રોજ પ્રવચન શ્રવણ કરી રહ્યા છે. ગમે તે કારણે પુત્રને ઘણી પ્રેરણા કરવા છતાં તે પ્રવચન શ્રવણ કરવા જવા તૈયાર નથી. તેને પોતાના ધર્મનું અભિમાન છે. બીજા ધર્મગુરુ પાસે શા માટે જવું ?
દિવસો પસાર થયા. મુનિઓનો વિહાર નક્કી થયો. ગુરૂપાદપ્પાના પિતા કહે છે - મહારાજો વિહાર કરી જશે. એકવાર દર્શન તો કરી આવ.
પિતાશ્રીના અત્યંત આગ્રહથી અનિચ્છાએ પણ યુવક ગુરુદેવના દર્શને આવ્યો. ઉપાશ્રયના દરવાજામાં પેસતા જ સામે પાટ પર બેઠેલા કલ્યાણમૂર્તિ ગુરુદેવ આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મ. પર દૃષ્ટિ પડતા જ ચમત્કાર થયો. યુવકના હૃદયના ભાવ પલટાઈ ગયા. ત્યાં જ એના મનમાં નિર્ણય થયો કે હવે તો આ મહાપુરૂષના ચરણે જ જીવન સમર્પિત કરવું. યુવક ગુરુદેવ પાસે આવ્યો. ગુજરાતી ભાષા આવડતી ન હતી. પણ શાળામાં સંસ્કૃતનો અભ્યાસ કરેલો. સંસ્કૃત અને હિંદીમાં ગુરુદેવ સાથે વાત કરી. યુવાન ગુરૂદેવને સમર્પિત થઈ ગયો. બીજા દિવસે માતા-પિતાની અનુમતિ