________________
૧૪૦
જય વીયરાય ૮. કેશી ગણધરના સંપર્કથી ભયંકર નાસ્તિક એવો પ્રદેશી રાજા આસ્તિક થયો. સૂર્યકાંતા રાણીના જીવલેણ ઉપસર્ગમાં સમાધિ જાળવી દેવલોક પામ્યો.
વર્તમાનમાં પણ સેંકડો-હજારો જીવો ગુરુ ભગવંતોના સંસર્ગથી પરિચયથી સમ્યગ્દર્શન, દેશવિરતિ યાવત્ સર્વવિરતિ ધર્મની સાધના સુધી પહોંચી જવાના અગણિત દષ્ટાંતો છે.
હજારો આત્માઓ ગુરુ ભગવંતોના પ્રવચન શ્રવણથી ઉમાર્ગમાંથી સન્માર્ગગામી બન્યા છે. હજારો યુવાનો ગુરુ ભગવંતોની નિશ્રામાં શિબીરો દ્વારા ઉત્તમ ધર્મને પામ્યા છે.
ગુરુ તત્ત્વનું વર્ણન થઈ શકે તેમ નથી. ગુરુ વિના કોઈનો ઉદ્ધાર થતો નથી. કંઈક નરક તરફ પ્રયાણ કરતા જીવોના ગુરુઓના સંપર્કથી - ઉપદેશથી મુક્તિ તરફ પ્રયાણ થઈ ગયા છે. અરે, ગુરુના દર્શન માત્રથી પણ જીવો બોધ પામી ગયાના પણ દષ્ટાંતો છે.
નિપાણીનો લિંગાયતધર્મ માનનાર યુવક - ગુરૂપાદપ્રા. નિપાણી ગામમાં જૈનાચાર્ય પ્રેમસૂરીશ્વરજી મ. પોતાના વિદ્વાન શિષ્યો આ. રામચંદ્રસૂરિ મ., મુનિશ્રી ભાનુવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી વગેરે સાથે