________________
૧૪૨
જય વીયરાય ન હોવા છતાં યુવાને ગુરુદેવ સાથે વિહાર કર્યો. બે વર્ષ સતત ગુરૂદેવ સાથે રહી મુંબઈ સાંતાક્રુઝમાં જમનાદાસ મોરારજીના બંગલામાં યુવાને દીક્ષા લીધી. પૂ. ભાનુવિજયજી મ. (આ. ભુવનભાનુસૂરિ મ.)ના શિષ્ય મુનિશ્રી ગુણાનંદવિજયજી થયા. સંયમની સાધના સાથે વિશિષ્ટ ક્ષયોપશમના કારણે શાસ્ત્રપારગામી થયા. અનેક મુનિઓના જ્ઞાનદાતા થયા. આચાર્ય વિજય ગુણાનંદસૂરિ થયા. શુભગુરુનો યોગ આત્મવિકાસમાં પ્રધાન કારણ છે.
સદ્ગુરુની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે. કહ્યું છે
'सुलभा एव संसारे, मामरमहर्द्धयः । संयोगः सद्गुरूणां तु, जन्तूनामतिदुर्लभः ।। મનુષ્યપણાની અને દેવપણાની મોટી રિદ્ધિઓ સુલભ છે પરંતુ જીવોને સગુરૂનો સંયોગ થવો અતિદુર્લભ છે..
વર્તમાનમાં કેટલાક જીવો ગુરુ વિના સાધના કરવાની હિમાયત કરે છે. એ લોકો અંધારામાં બાયકા ભરે છે, પાયા વિનાના ઘર ચણે છે. ગુરુ વિના સાધના શક્ય જ નથી જ.