________________
૧૩૨
જય વીયરાય પરાર્થથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે. વળી નિઃસ્વાર્થભાવે પરાર્થ હોઈ પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે.
જેટલો જેટલો પરાર્થ થાય છે તેટલા તેટલા લેણદાર બનાય છે. જેટલો જેટલો સ્વાર્થ સાધીએ તેટલા દેવાદાર બનાય. આપણે જાણીએ છીએ, એક ગરીબ ગોવાળના બાળકે સાધુને ખીરના દાનનું પરાર્થકરણ કર્યું, તો તે બીજા ભવમાં શાલિભદ્ર બન્યો, દેવતાઈ ભોગની સામગ્રી પામ્યો. નયસારના ભાવમાં સાધુને દાન કરવા દ્વારા મહાવીરના બીજ નંખાયા. આવા તો જબરજસ્ત ફળને આપનારા અગણિત દષ્ટાંતો છે.
શારામાં એક સુંદર શ્લોક આવે છે - 'श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् ।
आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ।। ધર્મની બધી વાતો સાંભળો, ધારણા કરો પણ તેનો સાર એટલો જ ગ્રહણ કરો કે - આપણને પ્રતિકૂળ આચરણ લાગે તેવું બીજા પ્રત્યે આપણે ન આયરવું. વળી કરોડો ગ્રંથોનો સાર એક જ વાક્યમાં બતાવતા જણાવ્યું છે -
'श्लोकार्थेन प्रवक्ष्यामि, यदुक्तं ग्रन्थकोटिभिः ।