________________
૧૩૦
hતાના
જય વીયરાય આજે સ્વાર્થ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. લક્ષ્મીના લોભે જીવોને અત્યંત સ્વાર્થી બનાવી દીધા છે.
કુદરતે, પૂર્વની પરંપરાએ આ દેશમાં સૌ શાંતિથી આજીવિકા મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આજે વિજ્ઞાને થોડા યંત્રાદિ સાધનો આપ્યા અને સ્વાર્થી મનુષ્યો તેના દ્વારા અનેકની રોજી ઝુંટવી પોતાના સ્વાર્થને પોષવા ઉદ્યમ કરી રહ્યા છે.
આજના ઉદ્યોગપતિઓ જગતનું ગમે તે થાય, બધા જ ઉધોગો, વ્યાપરો પોતાના હસ્તગત કરવા પ્રયત્નશીલ છે. લાખો લોકોની રોજી ઝુંટવી રહ્યા છે. લાખો-કરોડો લોકોને બેકાર કરી રહ્યા છે. તેમના વ્યાપારો પોતાના સંપત્તિના બળે, લાંચીયા રાજકારણીઓ અને અધિકારીઓની સહાયથી હસ્તગત કરી બીજા જીવોને ભૂખમરામાં ધકેલી રહ્યા છે. અરે, પોતાના સ્વાર્થ ખાતર પશુઓને ઘાસ ચરવાની ગામડાઓની ગોચર જમીન પણ પોતાના કારખાના વગેરે કરવા માટે મફતના ભાવમાં હસ્તગત કરી રહ્યા છે. થોડાક બુદ્ધિશાળી શ્રીમંતોએ આજે લગભગ આખા જગતને બાનમાં લીધું છે અને જેમ જગતને વધુને વધુ લૂંટાય તેમ તેઓ પોતાની બુદ્ધિથી લૂંટી રહ્યા
છે.