________________
૧૩૭
શુભ ગુરુયોગ.... મહોદયની લીલી બત્તી વગેરે શી રીતે થઈ શકવાની ? માટે જ શાસ્ત્રકારોએ બરાબર જ કહ્યું છે કે, 'ઉક્ત છ લૌકિક વસ્તુની પ્રાપ્તિ થયા પછી જ ઉત્તમગુરુનો યોગ થતાં એ સફળ થાય છે અન્યથા વિપરીતપણાનો સંભવ છે.
લ. વિ. - સત્યેતાવતિ નવિ સૌન્દર્ય નોકોત્તરઘર્માધિારીત્યંત ગાઈ | 'શુમારુયો:' - વિશિષ્ટचारित्रयुक्ताचार्यसम्बन्धः । अन्यथाऽपान्तराले सदोषपथ्यलाभतुल्योऽयमित्ययोग एव ।
આ લૌકિક સૌન્દર્ય હોય તો લોકોતર ધર્માધિકારી થાય, માટે કહે છે "સહુગુરુજોગો" અર્થાત્ શુભ ગુરુનો એટલે વિશિષ્ટ ચારિત્ર યુક્ત આચાર્યનો સંબંધ થાઓ. અન્યથા (લૌકિક સૌંદર્ય વિના ચારિત્ર સંપન્ન ગુરુનો યોગ) દોષયુક્ત પુરુષને પથ્ય (પોષ્ટિક)ની પ્રાપ્તિ તુલ્ય આ અયોગરૂપ જ થાય.
શુભગુરુનો યોગ અને તદ્વયનસેવા આ બે ખુબ જ મહત્ત્વની વસ્તુ છે. આ બે મોક્ષના પ્રધાન કારણ છે. અરે, આ બે જ મોક્ષના કારણ છે. આ બે બરાબર મળ્યા પછી મુક્તિ અત્યંત નિકટ થાય છે. લલિતવિસ્તરામાં આ બે લોકોતર સોંદર્ય કીધા છે. લોકોતર એટલે અસર્વજ્ઞોના (લૌકિક) ધર્મ કરતા આગળનો ઉંચી કોટિનો સર્વજ્ઞ કથિત ધર્મ..