________________
૧૩૬
જય વીયરાય વિશેષને ઉપરોક્ત છ વસ્તુઓની પ્રાપ્તિ ન થઈ હોય અને સીધો જ સદ્ગુરુનો યોગ થાય અને ભવિતવ્યતા કંઈ અનુકૂળ હોય તો ગુરુપ્રાપ્તિના યોગથી ઉપરોક્ત છ વસ્તુઓની, અનેક સદ્ગણોની પ્રાપ્તિ થઈ જાય છે અને તેનું કામ સફળ થાય છે પરંતુ આવુ ક્યારેક જ ક્યાંક બને છે તેથી તે રાજમાર્ગ નથી.
રાજમાર્ગ તો ભવનિર્વેદાદિ છ વસ્તુની પ્રાપ્તિ પછી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરવાનો છે, અન્યથા ક્યારેક નુકસાન પણ થવાનો સંભવ છે. જેમ કે 'ભવનિર્વેદ ન હોય, ભવનો તીવ્ર રાગ હોય તો ગુરુની પ્રાપ્તિનો ઉપયોગ ભૌતિક સામગ્રીની પ્રાપ્તિ માટે કરાય જે નુકસાનકારક બને. માર્ગાનુસારિતા ન હોય અને ઉત્તમગુરુની પ્રાપ્તિ થતાં ક્યારેક ગુરુથી વિપરીત માન્યતાના કદાગ્રહમાં પડી ગુરુની આશાતના કરાય છે. “ઈષ્ટફલસિદ્ધિ ન હોય અને મન સંક્લેશમાં રમતુ હોય તો ઉત્તમગુરુનો લાભ લઈ શકાતો નથી. નિંદાદિ 'લોકવિરુદ્ધ નો ત્યાગ ન હોય તો ક્યારેક ગુરુનિંદાના પાપ પણ બંધાઈ જાય છે. 'ગુરુજનપૂજા સંસારમાં માતા-પિતાની સેવા-પૂજા ન કરનાર ગુરુની સેવા શું કરવાનો ? અને 'પરાર્થકરણ' ન હોય અને એકાંત સ્વાર્થમય જ જીવન હોય તો ગુરુભક્તિ