________________
૧૨૬
જય વીયરાય ફરજને જતી કરવી ? આ વાત એમને ઘણાં દિવસોથી સતાવ્યા કરતી હતી. માને છોડીને ચાલ્યા જવા માટે એ ત્રણ-ત્રણ વખત તૈયાર થયા હતાં. પરંતુ રાત્રે સૂતી માનું દર્શન કરવા જતાં ત્યારે તેમનું દિલ પીગળી જતું અને ચાલ્યા જવાનો વિચાર છોડી દેતા. આ રીતે હિંદ છોડી જવાનું ત્રણ વખત માંડી વાળ્યું હતું. પરંતુ માભોમ પ્રત્યેની એમની ફરજ એમને સાદ દેતી હતી, હિંદની આઝાદી એમને પોકારતી હતી અને એમણે ફરજને માયા-મમતા કરતાં પ્રથમ સ્થાન આપ્યું.
છેલ્લી વખત નીકળ્યા ત્યારે માયા-મમતાને દિલમાં દાબીને, યારી માતાની એક છબી સાથે રાખીને, ઘેરથી ચાલી નીકળ્યા. માની એ છબી નિહાળતાંનિહાળતાં નેતાજી ઘણી વાર રડી પડતાં.
આઝાદ હિંદ ફોજે કોઈ પણ જાતની યુદ્ધ વખતની અંધાધૂંઘીમાં હિંદની મા-બહેનોની લાજ સાચવવાનો નિર્ણય કર્યો હતો. બોઝ કહેતા, “અમારા ધ્યેયને હાંસલ કરતાં ગોરા સાહેબને બદલે પીળા સાહેબ (જાપાનીઓ) ન ઘૂસી જાય તે અમારે જોવાનું છે.'
જૈનેતર શાસ્ત્રોમાં પણ માતા-પિતાની સેવાનું ઘણું