________________
ગુરુજનપૂજા.... એક આધ મંગલ
૧૨૭ મહત્ત્વ બતાવ્યું છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે માતાપિતાએ માત્ર જન્મ આપવા દ્વારા જ જે ઉપકાર કર્યો છે, તેનો બદલો તેમની સો વર્ષ સેવા કરવાથી પણ ન વાળી શકે. માતા પૃથ્વી સ્વરૂપ છે. પિતા બ્રહ્માસ્વરૂપ છે. તેમની સેવા એ ઉગ્ર તપ છે, સર્વધર્મોના પાલન સમાન છે. જે તેમની સેવા નથી કરતો, તેની સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. માતા-પિતાને પ્રણામ કરવાથી ચાર ફળ મળે છે. ૧. આયુષ્ય ૨. વિધા, ૩. કીર્તિ, ૪. બળ.
મહાભારતનો એક પ્રસંગ છે. એક યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે, 'મહાન અને સર્વશક્તિમાન કેવી રીતે બની શકાય ?" યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે - માતા-પિતા અને ગુરુના શ્રદ્ધા અને ભક્તિથી ચરણસ્પર્શ કરે, તેમની સેવા કરે અને પ્રસન્નચિત્ત તેઓ જે આશીર્વાદ આપે તેનાથી જ મહાન અને સર્વશક્તિમાન બની શકાય છે.
શિવપુરાણમાં કહ્યું છે કે પુત્ર માટે મહાન તીર્થ કોઈ હોય, તો એ માતા-પિતાના ચરણકમળ છે - पुत्रस्य च महत्तीर्थं, पित्रोश्चरणपङ्कजम् ।
બીજો કોઈ ધર્મ કરવો હોય તો કદાય વિM