________________
ગુરુજનપૂજા....... એક આધ મંગલ
ભારતની આઝાદીમાં જેનો જ મુખ્ય ફાળો છે, માતૃભૂમિ ખાતર માથું હાથમાં લઈને ફરનાર ભારનતા એ મહાન સુપૂત સુભાષના માતૃપ્રેમને દર્શાવતુ લખાણ તેમના જ ચરિત્રમાં નીચે મુજબ છે. સુભાષનો માતૃપ્રેમ
કલકત્તાના શ્રી સુભાષ બાબુના નિવાસસ્થાનમાં સુભાષ બાબુનો અને તેમના માતુશ્રીનો બન્નેના સૂવાના ઓરડા પાસે પાસે જ હતાં. સુભાષ બાબુ મોડી રાત સુઘી વાંચતાં-લખતાં હોય તો ઉંઘમાંથી ઉઠીને મા એમની પાસે આવતાં અને કહેતાં 'હજી કેમ નથી સૂતો બેટા સુભાષ !' અને સુભાષ માને સંતોષ આપવા સૂઈ જતા. સુભાષ આવડા મોટા થયાં છતાં એમના માટે આવી મમતા રાખનાર માતા પ્રત્યે સુભાષ બાબુનું સાવઝ-દિલ બહુ જ કોમળ હતું, જ્યારે ને ત્યારે આઝાદ હિંદ ફોજના પોતાના સાથીઓ પાસે તે માની વાત કરતા અને એના નામોચ્ચારની સાથે એ રડી પડતાં.
૧૨૫
હિંદ છોડી જતાં પહેલા સુભાષ બાબુના દિલમાં માતા અને ફરજ વચ્ચે જબ્બર મંથન ચાલતું હતું. માયાળુ હેત-પ્રીતવાળી માને છોડીને ચાલ્યા જવું કે