________________
૧૨૪
જય વીયરાય
માતાનો સ્વર્ગવાસ થયો. કુમારપાળ રોજ માતાને નમસ્કાર કરતા. વિશિષ્ટ કાર્યો વખતે બહારગામ (પ્રવાસ) જતાં માતાના આશીર્વાદ લઈને નિકળતા. માતાના સ્વર્ગવાસની કુમારપાળને ખૂબ અસર થઈ. અત્યંત વ્યથિત થઈ ગયા. માતાના ઉપકારને યાદ કરતાં તેઓ બોલ્યા કે, અમારા દિવસો એવા હતા કે સાંજના ભોજનના પણ ઠેકાણા ન હતા. તેવા સમયે માતાએ અમને પાંચ ભાઈઓને જરા પણ ખબર પડવા દીધી નથી, એ રીતે મોટા કર્યા. માતાના આ ઉપકારને યાદ કરતા તેમની આંખો ભીની થઈ.
કૃષ્ણ વાસુદેવ, ત્રણ ખંડના અધિપતિ, ૧૬ હજાર રાણીઓના સ્વામી.... દેવકી માતાને રોજ નમસ્કાર કરવા આવતા.
ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની માતાને રોજ નમસ્કાર કરતા. ક્યારેક પરદેશ જતાં ત્યારે માતાના વિશિષ્ટ આશીર્વાદ લઈને જતા.
અનેક મુશ્કેલીઓ વચ્ચે સંતાનોનું પોષણ કરતી માતાઓના તો લગભગ સો ટકા દષ્ટાંતો મળશે.
ભારતની આઝાદી માટે અંગ્રેજ સલ્તનત સામે ભારે સંઘર્ષ કરી અંગ્રેજ સલ્તનતને ધ્રુજાવનાર અને