________________
૧૨૨
જય વીયરાય પિતાની વાત સ્વીકારી જંગલમાં બેસી રહેનાર પુત્ર માતા-પિતાના પણ મૃત્યુની ઉપેક્ષા કરનાર હોઈ સુપુત્ર નથી. જંગલમાં માતા-પિતાને યોગ્ય વ્યવસ્થા કરી ઔષધ માટે શહેરમાં જનાર પુત્રે માતા-પિતાનો ત્યાગ નથી કર્યો, માતા-પિતા પ્રત્યે એ પ્રતિબંધ (સ્નેહ)વાળો છે તેથી એ સુપુત્ર છે. માતા-પિતાનો અત્યાગી છે. આવા પ્રસંગે જંગલમાં બેસી રહેનાર પુત્ર તે માતાપિતાના રોગ અને મૃત્યુની ઉપેક્ષા કરનાર હોવાથી સુપુત્ર નથી અને માતા-પિતાનો ત્યાગ કરનાર છે.
આ દૃષ્ટાંતનો ઉપનય કરતાં શાસ્ત્રકારો બતાવે છે કે, સંસારરૂપી જંગલમાં ફરતા પુત્ર-માતા-પિતા સૌને સંસારમાં અનેક જન્મ-મરણો' વગેરે કરાવનાર, દુર્ગતિમાં ભટકાવનાર કર્મનો ભયંકર રોગ લાગુ પડ્યો છે. શક્ય હોય તો માતા-પિતાને લઈને પુત્ર સંયમરૂપ નગરમાં જઈ સાધનારૂપ ઔષધથી ત્રણેના રોગનું નિવારણ કરે. આ શક્ય ન બને, માતા-પિતા નગરમાં પહોંચી શકે તેમ ન હોય, તેવી અવસ્થામાં પુત્ર સંયમનગરમાં જઈ ચારિત્રરૂપી ઔષધ પોતે લઈ, માતાપિતાને પણ ચારિત્રરૂપી ઔષધ પહોંચાડે, અથવા છેવટે સમ્યક્ત્વ પમાડે અને ભવના દુ:ખોથી બચાવે. આ