________________
૧૨૦
જય વીયરાય વાત કરી અનુમતિ માંગે છે, મેળવે છે અને સંયમ પ્રાપ્ત કરે છે, કરીને માતા-પિતાને પણ પ્રતિબોધ કરી દીક્ષા આપે છે. માતા-પિતા દીક્ષા ન ગ્રહણ કરી શકે, તો ગૃહસ્થજીવનમાં પણ સારી રીતે ધર્મ કરી શકે તેવી વ્યવસ્થા કરે છે. આ. સ્થૂલભદ્રસૂરિ મહારાજે (આ. લબ્ધિસૂરિ મ. ના) પોતાના અનેક વર્ષના પર્યાય પછી વયોવૃદ્ધ પિતાને ચારિત્ર આપ્યું. એટલું જ નહિં, દીક્ષા આપ્યા પછી તેમને વૃદ્ધાવસ્થાએ ગુરુ કરતા અધિક રીતે સાચવ્યા.
પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સંસારી પિતાની વૃદ્ધાવસ્થાને ખ્યાલમાં રાખી પ્રતિવર્ષ પિંડવાડા પોતાના વિશાળ સમુદાયમાંથી સાધુઓને ચાતુર્માસ મોકલ્યા. છેલ્લી અવસ્થામાં મુનિઓ દ્વારા તેમને સંથારાની દીક્ષા પણ આપી સદ્ગતિ પ્રાપ્ત કરાવી. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ ૧૬ વર્ષની ઉંમરે ચારિત્ર લીધેલ છતાં માતા-પિતા પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેમની છેલ્લી અવસ્થામાં ખૂબ સમાધિ આપી.
માતા-પિતાની અનુમતિથી દીક્ષા લઈ આ રીતે માતા-પિતાને ધર્મ પમાડી ઉપકારનો કિંચિત્ બદલો