________________
ગુરુજનપૂજા... એક આધ મંગલ
૧૧૯ કરનારને ઉત્તમ ગુરૂનો યોગ મળે છે અને ઉત્તમ ગુરુ પાસે સુંદર ચારિત્ર તે પાળી શકે છે. આ રીતે ગણીએ તો પરંપરાએ માતા-પિતાની સેવા-ભક્તિ એ મુક્તિના બીજરૂપ થઈ જાય છે...
સંયમપ્રાપ્તિ માટે જે વાત કરી તેમાં મહત્ત્વની વાત એ છે કે સંસારના દુઃખોથી અને પાપોથી ત્રાસેલ મુમુક્ષુને આ બધા દુઃખોથી છુટવા સંયમની તીવ્ર ભાવના થાય છે. તે જ વખતે તેને એમ પણ થાય છે કે, માતા-પિતાનો મારા પર મહાન ઉપકાર છે, તેઓ પણ સંસારમાં ન રખડે અને મુક્તિના સુખને શીધ્ર પામે તે માટે માતા-પિતાને પણ સંયમમાર્ગે સાથે જ લઈ જઉ. એ માટે એ માતા-પિતાને સમજાવે છે. અનેક પ્રયત્નો કરે છે. પરંતુ કોઈ કારણસર માતાપિતા પ્રતિબોધ પામતા નથી, સંયમને સ્વીકારવા તૈયાર થતા નથી, ત્યારે આ મુમુક્ષ વિચારે છે, સંયમ પ્રાપ્ત કરીને પણ હું તેમને પ્રતિબોધ કરીશ, ધર્મ પમાડીશ. મારી ચારિત્રની સાધનાના પ્રભાવથી માતા-પિતા સહેલાઈથી પ્રતિબોધ પામશે એટલે માતા-પિતા સંયમ માટે તૈયાર ન થતા મુમુક્ષુ માતા-પિતા પાસે પોતાના સંયમની અનુમતિ માંગે છે. અનેક રીતે સમજાવે છે, વિવિધ પ્રયત્નો કરે છે. દુ:સ્વપ્ન, ભાવિની આગાહી વગેરેની