________________
ગુરુજનપૂજા..... એક આધ મંગલ
૧૨૩ પુત્ર એ સુપુત્ર છે. એ માતા-પિતાને છોડી ચારિત્ર લે છે પણ માતા-પિતાનો ત્યાગી નથી. જે આવા સમયે સંયમ ગ્રહણ નથી કરતા, તેઓ પોતાના અને માતાપિતાના સંસારમાં ભયંકર ત્રાસદાયી, અનેક જન્મમરણોમાં રખડાવનાર, દુર્ગતિના દુઃખોને આપનારા કર્મરોગની ઉપેક્ષા કરવા દ્વારા માતા-પિતાના ત્યાગી
છે.
માતા-પિતા એક મહાન તત્ત્વ છે. તેમાં પણ માતા વિશિષ્ટ છે. અનેક માતાઓએ આર્થિક કે બીજી તકલીફોમાં દિવસ-રાત મહેનત કરીને, પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ઉછેર્યા છે, મોટા કર્યા છે, ભણાવ્યા છે, રોગાદિ વખતે અનેક તકલીફો વેઠી ઉપચાર કરાવ્યા છે.
અનેક સુપુત્રોને માતા-પિતાના ઉપકારને યાદ કરતા આંખમાં આંસુ ઝરે છે.
બંગાળના ન્યાયાધીશ આશુતોષ મુખરજી બ્રિટીશ રાજ્ય વખતે વાઈસરોયનો આગળ અભ્યાસ માટે પરદેશ જવાનો આગ્રહ છતાં માતાની ઈચ્છા નહીં હોવાના કારણે વાઈસરોયને પણ ના પાડી દીધી.
કુમારપાળ વિ. શાહ, હમણાં થોડા જ સમય પૂર્વે