________________
ગુરુજનપૂજા. એક આધ મંગલ
૧૨૧ વાળી શકાય છે. પરંતુ ક્યારેક મોહાધીન માતા-પિતા કોઈ પણ રીતે અનેક પ્રયત્નો છતાં ન માને તો મુમુક્ષુએ શું કરવું ? ચારિત્ર ન લેવું ? આનુ સુંદર સમાધાન પંચસૂત્રકાર આપે છે કે - 'ગ્લાન ઔષધ ન્યાયે ચારિત્ર લેવામાં માતા-પિતાનો ત્યાગ વાસ્તવિક માતા-પિતાનો ત્યાગ નથી, પણ અત્યાગ છે. જ્યારે ચારિત્ર ન લઈ માતા-પિતા સાથે રહેવામાં માતાપિતાનો ત્યાગ છે...
ગ્લાન ઔષધ ન્યાય આ પ્રમાણે છે - માતાપિતાની પરિચર્યા કરતો પુત્ર માતા-પિતા સાથે જ વિચરી રહ્યો છે. રસ્તામાં ગાઢ જંગલ આવે છે. માતાપિતાને અને પોતાને પણ રોગ લાગુ પડે છે. જંગલમાં રોગનું કોઈ ઔષધ નથી. ઔષધ વિના ત્રણેનું મૃત્યુ થાય તેમ છે. નગરમાં જઈ પોતે ઔષધ ગ્રહી માતાપિતા માટે ઔષધ લઈ આવે તો ત્રણેને બચવાની શક્યતા છે. માતા-પિતા આ રીતે પુત્રને એકલા જવાનો નિષેધ કરે છે. આમ છતાં સુપુત્ર એ છે કે, જે માતા-પિતાને જંગલમાં ખાવા-પીવા વગેરેની બીજી તકલીફ ન પડે તે રીતે ફલાદિની વ્યવસ્થા કરી, પોતે નગરમાં જઈ ઔષધ ગ્રહણ કરી, માતા-પિતાના માટે ઔષધ લઈ આવે છે. આ જ સાચો સુપુત્ર છે. માતા