________________
છતી શક્તિએ પ્રતિકાર ન કરવો
૧૦૧ ૩. પરસુખતુષ્ટિમૃદિતા - બીજાના સુખમાં સંતોષ
(આનંદ) એ પ્રમોદભાવના. ૪. પરદોષોપેક્ષણમુપેક્ષા - અશક્ય સંયોગોમાં બીજાના | દોષોની ઉપેક્ષા એ મધ્યસ્થભાવના...
પરસુખમાં સંતોષને જ્યારે પ્રમોદભાવના કીધી ત્યારે પરદુઃખમાં સંતોષ કે આનંદ એ પ્રમોદ ભાવનાથી વિરૂદ્ધ હોઈ મત્સર દોષ બની જાય છે.
એ જ રીતે શક્તિ છતાં બીજાના દુઃખનો નાશ ન કરવાથી બીજી ભાવના - પરદુઃખવિનાશિની વિરૂદ્ધ દોષ ઉભો થાય છે, હૃદય કઠોર બને છે. પૂર્વે કહ્યા મુજબ ગુણો કે ધર્મના બીજના રોપણ થઈ શકતા નથી.
આમાં પણ વિશેષ ઉત્તમ ગુણિયલ પુરૂષો, અનેકના આધારભૂત વ્યક્તિઓને આપત્તિમાં નિવારણ માટે છતી શક્તિએ સહાયક ન થઈએ તો કેટલુ બધુ હૃદય કઠોર બને અને ઉત્તમપુરૂષની આપત્તિના કારણે તેને કે બીજાઓને પણ જે જે નુકસાન થાય, તેમાં આપણી ઉપેક્ષા કારણભૂત થઈ આપણે દોષિત બનીએ છીએ.
શાસ્ત્રકાર ભગવંતોએ આથી જ શાસન અપભ્રાજનાનું છતી શક્તિએ નિવારણ ન કરે તે આત્માને પણ દોષપાત્ર