________________
ઉભયલોક વિરુદ્ધ વસમા વ્યસનો
૧૦૭ પ્રજાનો આ લોક પણ બગડ્યો છે. પ્રજાને શુદ્ધ અન્ન, શુદ્ધ પાણી અને શુદ્ધ હવા દુર્લભ થઈ ગઈ છે. ઉદ્યોગપતિઓના જીવન પણ બહારથી દેખાતી જાહોજલાલીમાં પણ અંદરમાં તો અશાંતિની આગ ઉઠતી હોય છે. નૈતિકતા પણ નેવે મુકાઈ ગઈ છે. લાંચ-રૂશ્વત વગેરે વધ્યા છે. નીતિ-સદાચાર બાજુએ મુકાઈ ગયા છે. હિંસા અને લોહીથી ઉત્પન્ન થયેલ લક્ષમીમાં આંતરશાંતિ આપવાની તાકાત રહેતી નથી. અરે, ઘણીવાર તો આવી રીતે ઉપાર્જન કરેલી લક્ષ્મીને થોડા જ વર્ષોમાં નાશ પામતા પણ વાર લાગતી નથી. માટે ખૂબ વિવેકપૂર્વક વિચાર કરી સંતોષને જીવનનો આદર્શ બનાવી પરલોકવિરૂદ્ધ એવી ઘોર હિંસાદિની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો....
ઉભયલોક વિરુદ્ધ द्यूतमांससुरावेश्या-खेटचौर्यपराङ्गनाः । महापापानि सप्तेति व्यसनानि त्यजेद् बुधः ।।
(૧) જુગાર, (૨) માંસ, (૩) દારૂ, (૪) વેશ્યાગમન, (૫) શિકાર, (૬) ચોરી, (૭) પરસ્ત્રીગમન. આ સાત વ્યસનો મહાપાપ છે, ડાહ્યા માણસે તેનો ત્યાગ કરવો જોઈએ.