________________
૧૦૬
જય વીયરાય માટે કરવા પડતા હોય તે બધા જ કર્માદાન છે, પરલોકવિરૂદ્ધ છે, માટે આ પાપો ઉત્તમજીવોએ વર્ષ કરવા જોઈએ, છોડી દેવા જોઈએ, કદી ન કરવા જોઈએ.
આજે ચારે બાજુ ઘોર હિંસક એવા કારખાનાઓની વૃદ્ધિ થઈ રહી છે. સરકારે ઉદ્યોગોના વિકાસના નામે આમાં રાહતો આપવા માંડી છે. વિજ્ઞાને નવી શોધખોળો કરી ભારે હિંસા કરી શકાય તેવા હિંસક સાધનો ઉભા કરી દીધા છે.
આજનું વિશ્વ, આજની સરકાર, આજના વેપારીઓ, આજનો સમાજ ઉધોગો પાછળ ગાંડો બન્યો છે. પરિણામે શાસ્ત્ર વર્ણવેલા કર્માદાનના ધંધાથી પણ ચડી જાય એવા મહારંભ-મહાસમારંભ અને મહાહિંસક ઉદ્યોગો થવા માંડ્યા છે. જે લગભગ નરકગતિમાં કારણભૂત બને છે. વળી આવા ઉદ્યોગો માટે શેરો વગેરે દ્વારા મૂડી એકઠી કરાય છે. શેરો ધરાવનારા પણ પાપના ભાગીદાર થાય છે.
આજે વિશ્વ અધ્યાત્મ ભૂલ્યુ છે. પરલોકની માન્યતા પણ કોઈ સ્વીકારતા નથી. પરલોકનો ભય પણ ઉભો રહ્યો નથી. પરિણામે માત્ર પરલોક નહિં પણ