________________
ગુરુજનપૂજા . એક આધ મંગલ
૧૧૩ # સત્પતિપતિ - તેમના આદેશ વખતે.. કેમ ?
શું છે ? શા માટે ? આ રીતના પ્રશ્નો ન કરવા. સમ્યકપણે તેમના આદેશનો હાજી, તહતિ વગેરે કહેવાપૂર્વક સ્વીકાર કરવો. અસ્થાને નામગ્રહણ ત્યાગ – સંડાસ, ઉકરડા
વગેરે અશુચિસ્થાનમાં તેમનું નામ ન લેવું. # અવર્ણશ્રવણત્યાગ - તેમની નિંદા સાંભળવી
પણ નહીં. # નિર્દેશવર્તિતા - તેમને પૂછીને બધું કરવું.
નિભૃતાસન - તેમની પાસે વિનયપૂર્વક બેસવું. તદનિષ્ટ ત્યાગ – તેમને ન ગમે તેવું ન કરવું. તદિષ્ટ પ્રવર્તન - તેમને ગમે તેવું કરવું. (આ બંને વસ્તુ ધર્માદિમાં બાધા ન થાય તેમ
ઔચિત્યપૂર્વક કરવી) # તત્પશ્ચાત્ ભોજન - તે જમી લે પછી જ જમવું.
ગુણવર્ણન - તેમના ગુણગાન કરવા. યશ-પ્રદાન - એમને આગળ કરીને એમને જ
જસ આપવો. # તદાસનાદિ અભોગ - તેમનું આસન, કપડા,
વસ્તુ વગેરે પોતે ન વાપરવું.