________________
ગુરુજનપૂજા... એક આધ મંગલ
૧૧૧ પણ લોકોત્તર શુભ ગુરુનો યોગ થવો અને તેમના વચનનું પાલન થવુ એ દુર્લભ છે. એ પ્રાપ્ત કરવા આ પૂર્વના છ કર્તવ્યો બતાવ્યા છે. આ છ કર્તવ્યોને લોકિક સૌંદર્ય કહ્યું છે અને આના પ્રભાવથી પ્રાપ્ત થનાર શુભ ગુરુ (લોકોતર ગુરુ) અને તેમના વચનનું પાલન એ લોકોત્તર સૌંદર્ય છે. પરંતુ લૌકિક સૌંદર્ય (છ કર્તવ્યો) વિના લોકોત્તર સૌંદર્ય (સદ્ગુરુ અને તેમના વચનનું પાલન) પ્રાપ્ત થતું નથી...
ક્યારેક કદાચ કોઈ લોકોત્તર ગુરુનો યોગ ઉક્ત છ લૌકિક સૌંદર્ય વિના પ્રાપ્ત થઈ જાય તો તે દ્રવ્યયોગ બને છે. ગુરુના વચનનું પાલન યથાર્થ થઈ શકતું નથી. ક્યારેક આશાતનાદિ થવાના કારણે સંસારવૃદ્ધિ પણ થાય છે. માટે ઉક્ત છ કર્તવ્યો માટે પ્રભુને પ્રાર્થના કરી તે જીવનમાં અવશ્ય પાલનરુપ બનાવવા... - હવે મૂળ "ગુરુજનપૂજા" પર આવીએ. લોકોતર ગુરુની વાત પછી કહેવાની છે એટલે અહિં "ગુરુજણપૂઆ" માં લૌકિક ગુરુ એટલે કે માતાપિતાદિ વડીલજનોને ગણવાના છે.
લ. વિ. :-"ગુરુનપૂના" માતાપિત્રવિપૂતિ માવઃ |