________________
૧૦૯
ઉભયલોક વિરુદ્ધ... વસમા વ્યસનો
(૫) શિકાર - કોઈ જીવને રંજાડી, તેના પ્રાણ હરીને આનંદ પામવો, એ ઘણી અઘમ વૃત્તિ છે, અસંખ્ય-અનંત ભવો સુધી રિબાવી રિબાવીને મારે એવું સાનુબંધ કર્મ શિકારથી બંધાય છે.
(૬) ચોરી - કોઈનો જીવ લઈ લેવાથી તેને અલ્પ સમયનું દુઃખ થાય છે, પણ તેનું ધન લઈ લેવાથી તેને સપરિવાર આજીવન દુઃખ થાય છે. ચોરીથી આલોકમાં વધ-બંધન વગેરે ફળ મળે છે અને પરલોકમાં નરકની વેદના મળે છે.
(૭) પરસ્ત્રીગમન - પ્રભુ વીરે કહ્યું છે - भक्खणे देवदव्वस्स परत्थीगमणेण य । सत्तमं नरयं નંતિ સત્તાવારી ૩ જોયમાં ! || - ગૌતમ ! દેવદ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રીગમનથી જીવો સાત વાર સાતમી નરકમાં જાય છે. જીવ ધનાપહાર કે પ્રાણાપહારને હજી કદાચ જીરવી લે, પણ ભાર્યાવિપ્લવ તેને માટે અતિ દુઃસહ થઈ પડે છે. આ લોકમાં ય આ પાપ પ્રાણસંશય આદિ અનર્થ કરનારું છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ.
આ સાતે વ્યસનો આ લોકમાં જીવને નુકશાન કરે છે. પરલોકમાં દુર્ગતિમાં લઈ જાય છે. સંસાર પરિભ્રમણ વધારે છે.