________________
૧૦૮
જય વીયરાય (૧) જુગાર - ફનફેરની રમતોથી માંડીને રેસકોર્સ ને શેરબજાર સુધીનો જુગાર છોડવા યોગ્ય છે. નળરાજા ને પાંડવોથી માંડીને આજ સુધીની વ્યક્તિઓએ જુગારના દુષ્પરિણામો ભોગવ્યા છે.
(૨) માંસ - યોગશાસ્ત્ર આદિ ગ્રંથો કહે છે કે માંસમાં અનંત જીવો હોય છે. પંચેન્દ્રિય જીવના વધ વિના માંસ પ્રાપ્ત થતું નથી. મનુષ્યદેહ માટે માંસ અનુકૂળ નથી એવું આધુનિક વિજ્ઞાન પણ કહે છે. નરકના દ્વાર સમા માંસનો ત્યાગ કરવો જોઈએ.
(૩) દારૂ - શાસ્ત્રો કહે છે જેની બુદ્ધિ ગઈ તેનું બધું ગયું, તેનો સત્યાનાશ નિશ્ચિત છે. વૃદ્ધિનાશ, પ્રશ્યતિ | દારૂ આદિ નશીલા દ્રવ્યો બુદ્ધિનાશ દ્વારા સર્વનાશ નોતરે છે. તમાકુથી માંડીને ડ્રગ્સ સુધીના બધા નશા આ વ્યસનમાં આવી જાય છે.
(૪) વેશ્યાગમન - પોતાની પત્નીમાં પણ આસક્તિ રાખવી ઉચિત નથી, તો સર્વ પાપોના ભંડાર જેવી વેશ્યામાં તો શી રીતે આસક્તિ કરાય ? વેશ્યાને કારણે ભલભલા મહાન પુરુષો પણ અધઃપતન પામ્યા છે. આ લોક-પરલોક બન્નેમાં દુઃખી દુઃખી થઈ ગયા છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ.